વડોદરા મહાનગરપાલિકા દ્વારા અંદાજિત રૂ. ૮૯.૩૪ કરોડના ખર્ચે વિકાસના વિવિધ કામોનું માનનીય મેયર ડૉ. જિગીશાબેન શેઠના વરદ હસ્તે ઈ- ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું .
- રૂ ૩૨.૭૦ કરોડ- અમિતનગર સર્કલથી દુમાડ ચોકડી સુધી તથા વૃંદાવન ચાર રસ્તાથી વાઘોડિયા બાયપાસ સુધી નવીન બાયપાસ સુધી નવીન રોડ બનાવવાના કામગીરીનું શુભારંભ
- રૂ.37.52 કરોડ- સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી બાયપાસ સુધીના તથા સોમા તળાવ ચાર રસ્તાથી કપુરાઈ બાયપાસ સુધી નવીન રોડ બનાવવાના કામગીરીનું શુભારંભ
- રૂ.15.47 કરોડ – અમિતનગર ખાતે નવીન એ.પી.એસ. બનાવી માઈક્રો ટનલિગ પધ્ધતિથી નવીન ડે્રનેજ લાઈનના કામગીરીનું કરવામાં આવેલ ખાતમુહૂર્ત
- રૂ.3.45 કરોડ- સોમા તળાવ બ્રીજ નીચે નવીન શેલ્ટર બનાવવાના કામનું કરવામાં આવેલ ખાતમુહૂર્ત
- રૂ.20 લાખ- દિવાળીપુરા અતિથિગૃહ, માંજલપુર અને સમા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ તથા સંભવનાથ માર્ગ, દિવાળીપુરા ખાતે તૈયાર થયેલ હાઈફ્લો વોટર રિચાર્જ સિસ્ટમનું શુભારંભ