Monday, September 26, 2022
HomeVadodaraCover Storyકડક ચેકિંગ:વડોદરામાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને સવારથી વાહન ચેકિંગ શરૂ, સાંજે 6...

કડક ચેકિંગ:વડોદરામાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને સવારથી વાહન ચેકિંગ શરૂ, સાંજે 6 વાગ્યાથી 2500 પોલીસકર્મીઓ રસ્તા પર ઉતરી જશે, પાર્ટી કરનારને પકડીને ગુનો નોંધશે

  • CCTV નેટવર્કના આધારે પણ પોલીસ વિવિધ વિસ્તારોમાં ચાંપતી નજર રાખશે
વડોદરા શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને અનુંલક્ષીને વડોદરા શહેર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. વડોદરા શહેરમાં આજે સવારથી જ ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત તમામ ચેકપોઇન્ટ અને નાકાબંધી પોઇન્ટ ઉપર સાંજ બાદ પોલીસનું સઘન ચેકિંગ શરૂ કરાશે. શહેર પોલીસનો 90 ટકા કાફલો એટલે કે 2500થી વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ આજે રસ્તા ઉપર ઉતરશે.

જેમાં 22 પોલીસ મથકોનો સ્ટાફ ઉપરાંત ક્રાઇમબ્રાન્ચ, એસઓજી, પીસીબી શાખાની ટીમોનો પણ સમાવેશ થાય છે. સાંજે 6 વાગ્યાથી શહેરમાં સઘન વાહન ચેકિંગ શરૂ કરાશે. આ ઉપરાતં CCTV નેટવર્કના આધારે પણ પોલીસ વિવિધ વિસ્તારોમાં ચાંપતી નજર રાખશે. શહેરમાં પણ કોઇ પણ હોટેલ કે ફાર્મ હાઉસમાં પાર્ટીને મંજૂરી અપાઇ નથી તથા સોસાયટીમાં કે એપાર્ટમેન્ટના પાર્કિગમાં પણ ભેગા થવા ઉપર પ્રતિબંધ મૂકાયો છે. રાત્રે 9 વાગ્યા બાદ રાત્રી કફર્યુનો ચુસ્ત અમલ કરાશે.

થર્ટી ફર્સ્ટની પાર્ટી કે કોઇ પણ કાર્યક્રમને મંજૂરી અપાઇ નથી
31મી ડિસેમ્બરે શહેર જીલ્લાના વિવિધ રિસોર્ટ અને ફાર્મ હાઉસમાં પાર્ટીના નામે જાહેરાતો કરીને લોકોને લાલચ આપવામાં આવી રહી છે પણ શહેર જીલ્લામાં કોઇ પણ સ્થળે પાર્ટીને મંજૂરી નથી તેમ પોલીસે સ્પષ્ટપણે જણાવ્યું હતું. પોલીસે ચીમકી આપી હતી કે કોઇ પણ સ્થળે થર્ટી ફર્સ્ટની પાર્ટી કે કોઇ પણ કાર્યક્રમને મંજુરી અપાઇ નથી અને જયાં પણ સરકારની કોરોના ગાઇડ લાઇનનો ભંગ થતો હશે તો પોલીસ તેની સામે કડક કાર્યવાહી કરશે.

                                          વડોદરા શહેર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે

વડોદરામાં આવતા અને જતા તમામ વાહનોને ચેક કરવામાં આવશે
રાત્રે 9 વાગ્યા પછી સરકારના જાહેરનામાના ભંગ બદલ નો 188નો ગુનો પણ દાખલ કરવામાં આવશે રાત્રિના 9 વાગ્યા પછી જ્યારે રાત્રિ કર્ફ્યૂ લાગુ પડે છે, એ સમય પછી જે પણ વાહન ખોટી રીતે શહેર વિસ્તારમાં ફરતું જોવા મળશે તેના વિરોધમાં કડકમાં કડક કાર્યવાહી કરીને જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવશે. આજે સવારથી તમામ વિસ્તારોમાં ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. રાત્રે 9 વાગ્યા પછી કોઈ પણ વ્યક્તિ વાહન ચલાવતા કે, પીધેલી હાલતમાં મળી આવશે તો તે વ્યક્તિના વિરોધમાં ડબલ ગુનો દાખલ કરવામાં આવશે. તેના વિરોધમાં પ્રોહિબિશનનો ગુનો અને તેની સાથે સાથે રાત્રે 9 વાગ્યા પછી સરકારના જાહેરનામાના ભંગ બદલ નો 188નો ગુનો પણ દાખલ કરવામાં આવશે.

CCTVથી ફરતા તમામ લોકો પર પણ બાજનજર રાખવામાં આવશે
વડોદરા શહેર સમગ્ર સીસીટીવી કેમેરાથી સજ્જ બન્યું છે. તેથી સીસીટીવી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમમાં આવતીકાલથી 24 કલાક માટે એક અધિકારી નિમવામાં આવશે પીઆઇ પીએસઆઇ દરજ્જાનો અને સીસીટીવી કેમેરાની નજર થી તમામે તમામ પોઈન્ટો ઉપર પોલીસ બંદોબસ્ત પર પણ તપાસ રાખશે. સાથે સાથે કોઈ પણ એવો બનાવ કે કોઈ હલચલ જોવા મળશે શંકાસ્પદ જણાઈ આવશે તો સીસીટીવી કેમેરાથી ફરતા તમામ લોકો પર પણ બાજનજર રાખવામાં આવશે.

તમામ ચેકપોઇન્ટ અને નાકાબંધી પોઇન્ટ ઉપર સાંજ બાદ પોલીસનું સઘન ચેકિંગ શરૂ કરાશે
તમામ ચેકપોઇન્ટ અને નાકાબંધી પોઇન્ટ ઉપર સાંજ બાદ પોલીસનું સઘન ચેકિંગ શરૂ કરાશે

અધિકારીઓ સાંજે 6 વાગ્યાથી બંદોબસ્તમાં જોડાશે
સિનિયર તમામ અધિકારીઓ સીપી, એડિશનલ સીપી સહિત તમામ અધિકારીઓ આજે સાંજે 6 વાગ્યાથી બંદોબસ્તમાં જોડાશે. ડીસીપી કરણરાજસિંહ વાઘેલાએ મીડિયાના માધ્યમથી નગરજનોનો આભાર માન્યો હતો કે, રાત્રિ કર્ફ્યૂનું સતત પાલન કરી પોલીસને સહકાર આપી રહ્યા છે અને આવતીકાલે પણ મિડિયાના માધ્યમથી નગરજનોને અપીલ કરી હતી કે, કોરોના હજુ ચાલુ જ છે એક નવો વાઇરસ પણ જોવા મળ્યો છે તો પોતાની કાળજી રાખીએ વેક્સિન આવી નથી.ત્યાં સુધી માસ્ક પહેરીએ સોશ્યલ ડિસ્ટન્ટ રાખીએ અને રાત્રે નવ બાદ કોઈ કરફ્યુ નો ભંગ ના કરે તે માટે સમગ્ર નગરજનો ને નમ્ર અપીલ પણ કરી હતી.

RELATED ARTICLES

Leave a reply

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments