વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 3911 સેમ્પલ પૈકી 114 પોઝિટિવ અને 3797 નેગેટિવ આવ્યા
મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના આજે વધુ 114 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો આંક 17,691 ઉપર પહોંચી ગયો છે અને વધુ એક દર્દીનું મૃત્યુ થતાં મૃત્યુઆંક 221 થયો છે. વડોદરા શહેર-જિલ્લામાં આજે વધુ 95 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ડિસ્ચાર્જ દર્દીઓનો આંક વધીને કુલ 16,298 પર પહોંચ્યો છે. વડોદરામાં હાલ 1172 એક્ટિવ કેસ છે. જે પૈકી 162 દર્દી ઓક્સિજન ઉપર અને 69 દર્દી વેન્ટિલેટર પર છે અને 941 દર્દી સ્ટેબલ છે.
લગ્નની કારમાં જઇ રહેલી યુવતીએ માસ્ક પહેરેલુ ન હોવાથી 1 હજાર રૂપિયાનો દંડ
વડોદરા શહેર પોલીસ દ્વારા માસ્ક ન પહેરનારા લોકોને દંડની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં વડોદરાના કાલાઘોડા સર્કલ પાસે લગ્નની કારમાં જઇ રહેલી યુવતીએ માસ્ક પહેરેલુ ન હોવાથી 1 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
વડોદરા રૂરલમાં સૌથી વધુ 5303 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 17,691 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2653, પશ્ચિમ ઝોનમાં 2859, ઉત્તર ઝોનમાં 3613, દક્ષિણ ઝોનમાં 3227, વડોદરા ગ્રામ્યમાં 5303 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.
આજે આ વિસ્તારોમાં નવા કેસ નોંધાયા
શહેરઃ માંડવી, કારેલીબાગ, નવાયાર્ડ, કલાલી, દંતેશ્વર, શિયાબાગ, ઓ.પી.રોડ, સવાદ, આજવા રોડ, માણેજા, અકોટા, દિવાળીપુરા, છાણી, પાણીગેટ, ફતેપુરા, મુજમહુડા, હરણી, ફતેગંજ, તાદલજા, સમા, ગોરવા, મકરપુરા
ગ્રામ્ય: કોયલી, શિનોર, ડભોઇ, કરજણ, વાઘોડિયા, પાદરાાા