Friday, October 7, 2022
HomeNewsવેલકમ વેક્સિન:સરવે ટીમને ક્યાંક આઇસક્રીમ ખવડાવ્યો તો ક્યાંક રસીની અમને જરૂર જ...

વેલકમ વેક્સિન:સરવે ટીમને ક્યાંક આઇસક્રીમ ખવડાવ્યો તો ક્યાંક રસીની અમને જરૂર જ નથી કહી દરવાજા બંધ કર્યા

  • લોકોએ ટીમને કુતૂહુલવશ જુદા જુદા સવાલો કર્યા
  • નોંધણી માટે માહિતી નહીં આપનારની અલગ યાદી બનાવાશે
  • સંખ્યાબંધ ઘરો હોમ આઇસોલેશનવાળાં મળ્યાં

કોરોના રસી માટે પહેલા તબક્કમાં 50થી વધુ વયના લોકોની વિગતો એકત્ર કરવાની કામગીરીનો પ્રારંભ થયો હતો. પાલિકાના ડોર ટુ ડોર હેલ્થ સરવે કરતી 823 ટીમોને ક્યાંક પ્રેમથી આઇસક્રીમ ખવડાવવામાં આવ્યો તો ક્યાંક લોકોએ સામા મોંએ દરવાજા બંધ કરી દીધા હતા. આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલે જણાવ્યું હતું કે, પહેલા દિવસે ટીમોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. જોકે પહેલા દિવસે કોઇ અંદાજ બાંધી શકાય નહીં. રસીની નોંધણી માટે સહકાર નહીં આપનારા લોકોને ધ્યાનમાં લઇને હાલ પૂરતું તેમની નોંધ અલગથી કરીને તેમનું અલાયદુ લિસ્ટ બનાવવામાં આવશે.પહેલા દિવસે ટીમોને સંખ્યાબંધ એવા ઘરો મળ્યાં તેમાં વ્યક્તિ કોરોનામાં હોમ આઇસોલેશનમાં હતી. ઘાયલ કે બીમાર હોવાથી તેની સારવાર હોસ્પિટલમાં થઇ રહી હતી.

આવકાર… તમે થાક્યા હશો કંઇક લો તો સારું કહી વિવેક બતાવ્યો
અમે દરવાજા પરથી જ પરિચય આપતાં વૃદ્ધ દંપતિ બહાર આવ્યું. કાકા બોલ્યા, ‘ અંદર આવો. ‘સવારથી નીકળ્યા લાગો છો. થાક્યા હશે કંઇક લો. એમ કહીને અમારા માટે આઇસક્રીમ લઇ આવ્યાં હતાં.
એક જણે કહ્યું, પછી આવજો, જોકે પાડોશીએ કહ્યું, રસી વાળા છે. રસી લાગશે તો કોરોના નંઇ થાય. ઘરના લોકો તુરંત જ માની ગયા,ને અંદર બોલાવ્યા, જરૂરી કાગળો પણ આપ્યાં. એ પહેલા પાણી પીવડાવ્યું.
રસી માટે આવ્યા છો ? પ્રેમથી મહિલાએ કહ્યું, અંદર આવો. આ ઘરમાં વૃદ્ધ અંકલ-આંટી હતા. તેઓ બોલ્યાં ‘ રસી ક્યારે આવવાની છે ? આવે ત્યારે અમને ચોક્કસ યાદ કરજો ચા પીશો ? એમ કહી વિવેક બતાવ્યો.

લોકોએ સહકાર અાપવો જોઈએ કોરોનાથી આટલા લોકો મર્યા પણ જે લોકો બચ્યા છે તેવા લાખો લોકોના જીવ બચશે. રસી મૂકાવાથી વ્યક્તિને જ નહીં તેના કુટુંબને પણ ફાયદો છે. લોકોએ સહકાર આપવો જોઈએ. – વિનોદિનીબેન શુક્લ, મધુરમ ડુપ્લેક્સ, સમા

ઈનકાર… રિએકશન આવે તો તમે જવાબદારી લેશો? બીજે જાઓ
પાલિકામાં આવ્યાંનું મહિલાને જણાવતા, પતિએ સવાલ કર્યો, રસીમાં રિએકશન આવે તો ? અમે ઘણું સાંભળ્યું છે. કંઇ થાય રિએકશન આવે તો જવાબદારી લેશો ? અમને કશું નથી, બીજે જાઓ. અમારે રસી લેવી નથી. રસી માટે આવ્યાં હોવાની વાત સાંભળીને મહિલા ઘરની બહાર આવી, અમે ડોક્યુમેન્ટ માગ્યાં. તુરંત જ જવાબ મળ્યો,‘ કાગળિયા તો નથી, બીજી કંઇ હોય તો બોલો કહીને અંદર જઇને બારણું બંધ કરી દીધું. એ ઘરને ખખડાવ્યું પણ કોઇ જવાબ મળ્યો નહીં. અગાઉ સરવેમાં મળેલા નંબર પર ફોન કરી, અમે રસીના સરવે માટે આવ્યાં છીએ તેવું કહેતા, તબિયત સારી નથી. પછી આવજો. કહી ફોન મૂકી દીધો.

RELATED ARTICLES

Leave a reply

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments