Friday, December 3, 2021
HomeCoronavirusવિકટ પરિસ્થિતિ / વડોદરાની 1530 જેટલા બેડ ધરાવતી 52 કોવિડ હોસ્પિટલ હાઉસફુલ

વિકટ પરિસ્થિતિ / વડોદરાની 1530 જેટલા બેડ ધરાવતી 52 કોવિડ હોસ્પિટલ હાઉસફુલ

વિકટ પરિસ્થિતિ / વડોદરાની 1530 જેટલા બેડ ધરાવતી 52 કોવિડ હોસ્પિટલ હાઉસફુલ, કોરોનાના લક્ષણ ધરાવતી મહિલાને બેડ ન મળ્યો

કોરોના વાઈરસનો કહેર વધતા હોસ્પિટલોમાં બેડ ખૂટી પડતા હવે લોકોને સારવાર મેળવવી મુશ્કેલ બની રહી છે

આગામી દિવસોમાં 1470 બેડ ધરાવતી સરકારી અને ટ્રસ્ટની હોસ્પિટલોમાં સારવાર મળવી મુશ્કેલ બની જશે

વડોદરા શહેરમાં કોરોના વાઈરસે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સરકારી હોસ્પિટલો તેમજ શહેર અને તેની આસપાસ આવેલી ખાનગી હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓ માટે 3000 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પરંતુ, કોવિડ-19ના દર્દીઓમાં થઇ રહેલા વધારાને પગલે 1530 જેટલા બેડ ધરાવતી 52 ખાનગી કોવિડ હોસ્પિટલો હાઉસફુલ થઇ ગઇ છે.

શ્વાસની બીમારીથી પીડાતી મહિલા દર્દીમાં કોરોના લક્ષણ દેખાતા ખાનગી હોસ્પિટલમાં બેડ ન મળ્યો
વડોદરાના સીમાબહેન શાહના નામના 66 વર્ષિય દર્દીને શ્વાસની તકલિફ થતાં અલકાપુરીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન તેઓમાં કોરોના વાઈરસના લક્ષણો જણાતા હોસ્પિટલ દ્વારા પરિવારજનોને કોવિડ-19ની સારવાર આપતી હોસ્પિટલમાં લઇ જવા માટે જણાવવામાં આવ્યું હતું. પરિવારજનો દ્વારા વડોદરા શહેર તથા શહેર નજીક કોવિડની સારવાર આપતી હોસ્પિટલમાં સીમાબહેનને લઇ જવા માટે તપાસ કરી હતી. પરંતુ, તમામ હોસ્પિટલમાંથી બેડ ખાલી ન હોવાનો જવાબ મળ્યો હતો.
હાલ ખાનગી હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ નથી, સરકારી હોસ્પિટલમાં પણ બેડ નહીં મળે
વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં 500 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. જે પૈકી 375 બેડ ઉપર દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. વધુ 125 બેડ હોસ્પિટલના 5માં ફ્લોર ઉપર શુક્રવારે તૈયાર કરવામાં આવ્યા હતા. અને બીજા 125 બેડ હોસ્પિટલના છઠ્ઠા માળે આગામી સપ્તાહ સુધીમાં તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. હોસ્પિટલમાં 100 ICUની સુવિધા છે. સયાજી હોસ્પિટલમાં 401 બેડની સુવિધા છે અને 38 ICUની સુવિધા છે. આમ સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલ સહિત 9 સરકારી હોસ્પિટલમાં 1470 બેડની હાલ સુવિધા છે.

સરકારી, ટ્રસ્ટ અને ખાનગી મળી કુલ 61 હોસ્પિટલોમાં 3 હજાર બેડ છે
આ ઉપરાંત વડોદરા નજીક આવેલ મેડિકલ કોલેજ સહિતની હોસ્પિટલો મળી કુલ 18 હોસ્પિટલો તેમજ ખાનગી 35 હોસ્પિટલો મળી કુલ 52 હોસ્પિટલોમાં 1530 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. આમ સરકારી, ટ્રસ્ટ અને ખાનગી મળી કુલ 61 હોસ્પિટલોમાં 3 હજાર બેડની હાલ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. પરંતુ, કોવિડના દર્દીઓના થઇ રહેલા વધારાના કારણે ખાનગી હોસ્પિટલોમાં તો ઠીક સરકારી હોસ્પિટલો પણ હવે કોવિડના દર્દીઓને સારવાર મળવી મુશ્કેલ થઇ જશે.

ગોત્રી હોસ્પિટલના પાંચમાં માળે વધુ 125 બેડની સુવિધા ઉભી કરાઇ
વડોદરાના ફરજ ઉપરના ખાસ અધિકારી ડો. વિનોદ રાવે જણાવ્યું હતું કે, કોરોનાના વધી રહેલા દર્દીઓને ધ્યાનમાં લઇને ગોત્રી હોસ્પિટલના પાંચમાં માળે શુક્રવારથી વધુ 125 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. અને બીજા 125 બેડની સુવિધા આગામી સપ્તાહમાં વ્યવસ્થા કરી દેવામાં આવશે. આ ઉપરાંત સયાજી હોસ્પિટલમાં પણ વધુ બેડની વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોઇપણ દર્દી સારવારથી વંચિત રહી ન જાય તે માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.

RELATED ARTICLES

Leave a reply

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments