Sunday, November 28, 2021
HomeNewsવડોદરામાં ‘ક્રિસમસ હસ્તકલા પ્રદર્શન-સહ-વેચાણ હાટ’નું 31 ડિસેમ્બર સુધી આયોજન

વડોદરામાં ‘ક્રિસમસ હસ્તકલા પ્રદર્શન-સહ-વેચાણ હાટ’નું 31 ડિસેમ્બર સુધી આયોજન

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા વડોદરાના પ્રદર્શન મેદાન ખાતે તા. 22 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર-2020 સુધી ‘ક્રિસમસ હસ્તકલા પ્રદર્શન-સહ-વેચાણ હાટ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોદ્યોગ અને કુટિર ઉદ્યોગના 170થી વધુ કારીગરો દ્વારા પ્રદર્શન-સહ-વેચાણ કરવામાં આવશે તેમ ઇન્ડેક્ષ્ટ-સીના કાર્યવાહક નિયામકની યાદીમાં જણાવાયું છે.

કોવિડ-19ની મહામારી અને તેના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કારણે રાજ્યના હસ્તકલા-હાથશાળ, કુટિર અને ગ્રામોધોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતાં કારીગરોના ધંધા-રોજગારને અસર પડી છે. તેમના ધંધા-રોજગારને વેગ આપવા માટે એક ડગલું આત્મનિર્ભરતા તરફ લઇ જવાના પગલારૂપે રાજ્ય સરકાર દ્વારા આવા કારીગરો રોજગારી મેળવી આત્મનિર્ભર થઇ શકે તેવા શુભ આશયથી સરકારના અનલોક-5ના તમામ નિયમોના પાલન સાથે ઇન્ડેક્ષ્ટ-સી ધ્વારા આ ‘ક્રિસમસ હસ્તકલા પ્રદર્શન-સહ-વેચાણ હાટ’નું આયોજન કરવામાં આવ્યુ છે.

ગુજરાત રાજ્યના ઉધોગ અને ખાણ વિભાગ હસ્તકની કમિશ્નર, કુટિર અને ગ્રામોધોગ હેઠળ ઇન્ડેક્ષ્ટ-સી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્ટેન્શન કોટેજ કાર્યાન્વિત છે. ઇન્ડેક્ષ્ટ-સીનો મૂળ હેતુ ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓના અંતરિયાળ ગામોમાં હસ્તકલા-હાથશાળ, કુટિર અને ગ્રામોધોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતાં કારીગરોને સીધુ જ માર્કેટીંગ પ્લેટફોર્મ પુરૂ પાડી તેમની આજીવીકામાં વધારો કરવાનો તથા રાજ્યના ભવ્ય, ભાતીગળ અને વૈવિધ્યપુર્ણ કલા વારસાને પ્રદર્શન અને નિર્દેશન કરવાનો છે.

વડોદરા ખાતે 10 દિવસ માટે યોજાનાર આ ક્રિસમસ હસ્તકલા પ્રદર્શન-સહ-વેચાણ હાટ પ્રદર્શનમાં રાજ્યના વિવિધ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોધોગ અને કુટિર ઉધોગના કુલ 170 વ્યકિતગત કારીગરો/હસ્તકલા-હાથશાળા મંડળીઓ/સ્વૈચ્છીક સંસ્થાઓ/સ્વસહાય જુથો/NGO/સખી મંડળો તથા કલસ્ટર્સનાં કારીગરો દ્વારા પ્રદર્શન-સહ-વેચાણ કરવાનું આયોજન છે. આ પ્રદર્શનનો સમય સવારના 11.00 કલાક થી સાંજના 7.00 કલાક સુધીનો છે. જેમાં કારીગરો દ્વારા રાજ્યની ભાતીગળ હાથશાળ હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ, ભરત કામ, વાંસના રમકડા, પેચવર્ક, ઇમીટેશન જવેલરી, લેધર વર્ક, અકીકની આઇટમો, વુડન વોલપીસ, ગૃહઉધોગ, માટીની ચીજવસ્તુઓ જેવી કે ફલાવર પોટ, માટીના ઘરેણા સહિતની ઘણી ચીજવસ્તુઓ કારીગરો પાસેથી સીધી નિહાળી ખરીદી માટે પ્રદર્શન-સહ-વેચાણ કરવામાં આવનાર છે.

આ સમગ્ર પ્રદર્શન-સહ-વેચાણ હાટનું આયોજન ઇન્ડેક્ષ્ટ-સીના કાર્યવાહક નિયામક . ડી.એમ.શુકલના માર્ગદર્શન હેઠળ મેનેજર આર.આર.જાદવના સંકલન થકી કરવામાં આવ્યુ છે. કારીગરોને સીધુ બજાર પુરૂ પાડવાના ઉમદા આશયથી કલા પારખુ પ્રજાને આ ‘ક્રિસમસ હસ્તકલા પ્રદર્શન-સહ-વેચાણ હાટ’ની મુલાકાત લઇ કારીગરોને પ્રોત્સાહિત કરવા અને કારીગરો પાસેથી ખરીદીની સુવર્ણ તક ઝડપવા ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા અનુરોધ કરાયો છે.

 

RELATED ARTICLES

Leave a reply

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments