Monday, September 26, 2022
HomeCoronavirusONLINE શિક્ષણથી ચિંતિત ગરીબ અને લોઅર મિડલ ક્લાસના વાલીઓ અને વિધાર્થીઓ...

ONLINE શિક્ષણથી ચિંતિત ગરીબ અને લોઅર મિડલ ક્લાસના વાલીઓ અને વિધાર્થીઓ માટે

સમાચાર : હવે વિધાર્થીઓને સરકાર ONLINE શિક્ષણ આપશે – શિક્ષણ મંત્રી
બીજા સમાચાર : વાલીઓમાં મોબાઇલ /લેપટોપ /ટેબ્લેટ તેમજ Net ડેટા ખર્ચની ચિંતા. – પ્રેસ મીડિયા

મિત્રો, ઉપરોક્ત સમાચારો થી ગરીબ અને લોઅર મિડલ ક્લાસના વાલીઓ અને વિધાર્થીઓમાં ચિંતાની લાગણી થાય કે હજુ અમારે કેટલો ખર્ચ કરવો પડશે ?

પરંતુ બહુ ઓછાં વાલીઓને ખબર હશે કે લોકડાઉન શરુ થયું ત્યારથી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ગુજરાતી માઘ્યમનાં ધોરણ ૫ થી ૧૨ નાં વિધાર્થિઓ માટે ‘વંદે ગુજરાત’ ચેનલનાં માધ્યમથી online શિક્ષણની વ્યવસ્થા કરેલ છે. આ ‘વંદે ગુજરાત’ ની કુલ ૧૬ ચેનલ છે. જેમાં ૫ થી ૧૨ નંબરની ચેનલ પર અનુક્રમે ધોરણ ૫ થી ૧૨ વિધાર્થીઓને online શિક્ષણ અપાય છે. પરંતુ સરકારી તંત્ર એ તેનો યોગ્ય પ્રચાર કર્યો ન હોવાથી રાજ્યના ઘણા બધા વાલીઓ અને વિધાર્થીઓ તેનાથી અજાણ છે.

માટે જે વાલીઓ અને વિધાર્થીઓ આ આ ‘વંદે ગુજરાત’ ચેનલ થી અજાણ છે તેમની જાણકારી માટે જણાવવાનું કે આ વંદે ગુજરાત’ ચેનલ ફ્રી ચેનલ છે. તમારા ઘર પર DD ફ્રી ડીશ લગાવી તમારા ટીવી પરથી તે જોઈ શકાય છે. DD ની આ ‘ફ્રી ડીશ’ બજારમાં સહલાય થી ટીવી-રેડીઓ-સ્પીકર વાળાઓની દુકાનો પરથી ફક્ત રૂપિયા ૧૨૦૦ થી ૧૫૦૦ માં મળે છે. તેમજ આ કિંમતમાં ડીશ, સેટપ બોક્સ, રિમોટ અને ઇન્સ્ટલેશન ખર્ચનો પણ સમાવેશ થઇ જાય છે. ડીસની દુકાન વાળા ફક્ત આ ૧૫૦૦ ના ખર્ચમાં તમારા ઘરે આવી ડીસ ફિટ કરી જશે.

આ ખર્ચ કર્યા પછી તમારે ખાનગી કેબલ સર્વિસ વાળાને જે માસિક કે વાર્ષિક ચાર્જ આપવો પડે છે તેવો કોઈ માસિક કે વાર્ષિક ચાર્જ આપવાનો હોતો નથી. આજીવન ફ્રી.

વધુમાં આ ફ્રી ડીશ દ્વારા online શિક્ષણ ની ‘વંદે ગુજરાત’ ચેનલોની સાથે સાથે તમે દૂરદર્શનની તમામ ચેનલો ઉપરાંત અન્ય ૧૦૦ કરતા વધુ commercial ચેનલો જેવી કે ન્યૂઝ (આજતક – રિપબ્લિક ભારત – India Tv – NDTV – ABP) , મનોરંજન ( B4U – દંગલ – મૂવી પ્લસ – સોની મિક્સ – મસ્તી – MTV – Maha movie), ધાર્મિક (આસ્થા – સંસ્કાર), સ્પોર્ટ્સ (DD સ્પોર્ટ્સ – star સ્પોર્ટ્સ) ચેનલો વધુ કોઈ પણ ખર્ચ વગર જોઈ શકો છો .

માટે મારી તમામ વાલીઓને તેમાંએ ગરીબ અને લોઅર મિડલ ક્લાસના વાલીઓને વિનંતી કે *મોબાઇલ,લેપટોપ કે ટેબ્લેટ તેમજ નેટ ડેટા ના ખર્ચમાં પડ્યા વગર આ DD ની ફ્રી ડીસ તમારા શહેરમાં જ્યાં મળતી હોય ત્યાં તેનો ડેમો જોઈને વસાવી લો. કેમકે અત્યારે ગુજરાતી માધ્યમનું ધોરણ ૫ થી ૧૨ નું online શિક્ષણ ચાલુ છે અને કાલે શિક્ષણ મંત્રીએ જાહેરાત કર્યા મુજબ ખાનગી શાળાના ગુજરાતી – અંગ્રેજી માઘ્યમનાં વિધાર્થીઓ માટે વંદે ગુજરાત પર online શિક્ષણ શરુ કરવાનો નિર્ણય કરાયો છે.
અસ્તુ .

✍️ભરતસિંહ ચૌહાણ

સૌને વિનંતી : આ માહિતી ગરીબ અને lower મિડલ ક્લાસના વાલીઓ અને વિધાર્થીઓ સુધી ફોરવર્ડ કરી આંગળી ચીંધ્યાનું પુણ્ય મેળવો.

RELATED ARTICLES

Leave a reply

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments