હૈદરાબાદ ટીમની નેટ રનરેટ પ્લે-ઓફની દોડમાં સામેલ બીજી ટીમોથી સારી છે તેવામાં તે મુંબઈને હરાવી અંતિમ-4મા સ્થાન પાક્કુ કરી શકે છે.
પોતાની છેલ્લી બે મેચમાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરને હરાવીને લય હાસિલ કરી ચુકેલી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમે ઈન્ડિયન્સ પ્રીમિયર લીગ (IPL 2020) પ્લેઓફમાં પહોંચવાની સંભાવનાને યથાવત રાખવા માટે અહીં મુંબઈ ઈન્ડિયન્સના પડકારને પાર કરવો પડશે.
હૈદરાબાદની ટીમની નેટ રનરેટ પ્લેઓફની દોડમાં સામેલ બીજી ટીમોથી સારી છે અને તેવામાં મુંબઈને હરાવીને વોર્નરની ટીમ અંતિમ ચારમાં જગ્યા બનાવી શકે છે. આક્રમક જોની બેયરસ્ટોને અંતિમ-11માથી બહાર રાખવાનો કઠિન નિર્ણય લીધા બાદ ટીમ યોગ્ય સંયોજન બનાવવામાં સફળ જોવા મળી રહી છે. રિદ્ધિમાન સાહાએ ડેવિડ વોર્નરની સાથે ઓપનિંગ બેટ્સમેનના રૂપમાં પ્રભાવિત કર્યા છે જ્યારે જેસન હોલ્ડરે ટીમને ઓલરાઉન્ડર ખેલાડીનો વિકલ્પ આપ્યો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદને ખ્યાલ છે કે મુંબઈ ઈન્ડિયન્સ જેવી મજબૂત ટીમ વિરુદ્ધ ભૂલ કરવાની તક ખુબ ઓછી હશે, જે પોતાના પાંચમાં ટાઈટલ તરફ આગળ વધી રહી છે. ઈજાગ્રસ્ત રોહિત શર્માની ગેરહાજરીમાં મુંબઈએ પોતાની પાછલી મેચમાં આરસીબી અને દિલ્હી કેપિટલ્સને આસાનીથી હરાવીને પ્લેઓફ માટે ક્વોલિફાઇ કર્યું હતું. ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ નવા તથા જૂના બોલથી શાનદાર સ્વિંગ બોલિંગ કરી છે. રોહિતની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કરી રહેલ પોલાર્ડ પ્રભાવશાળી રહ્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સઃ ઇશાન કિશન, ડિ કોક, સૂર્યકુમાર યાદવ, સૌરભ તિવારી, કીરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, ક્રુણાલ પંડ્યા, રાહુલ ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, નાથન કુલ્ટર નાઇટ, જસપ્રીત બુમરાહ.