Tuesday, November 30, 2021
HomeNewsદોડધામ:અંકલેશ્વર નજીક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, પૂંઠા, પ્લાસ્ટિક અને ખાલી ડ્રમ સહિતનો...

દોડધામ:અંકલેશ્વર નજીક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, પૂંઠા, પ્લાસ્ટિક અને ખાલી ડ્રમ સહિતનો સમાન બળીને ખાખ

આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયુ નથી

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નં-48 પાસે ભંગારના ગોડાઉનમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. જેને પગલે ફાયર બ્રિગેડની 5 ગાડીઓ સ્થળ ઉપર પહોંચી ગઇ છે અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી અને તપાસ શરૂ કરી હતી.

પૂંઠા, પ્લાસ્ટિક અને ખાલી ડ્રમ સહિતનો ભંગારનો સમાન બળીને ખાખ
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નં-48 પાસે તાપી હોટલની બાજુમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. જેને પગલે ગોડાઉનમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ કરવામાં આવતા અંકલેશ્વર ડી.પી.એમ.સી., નોટિફાઈડ અને પનોલી સહિતના 5થી વધુ ફાયર ફાયટર ઘટના સ્થળે સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં પૂંઠા, પ્લાસ્ટિક અને ખાલી ડ્રમ સહિતનો ભંગારનો સમાન બળીને ખાખ થઇ ગયો હતો.

પૂંઠા, પ્લાસ્ટિક અને ખાલી ડ્રમ સહિતનો ભંગારનો સમાન બળીને ખાખ થઇ ગયો
પૂંઠા, પ્લાસ્ટિક અને ખાલી ડ્રમ સહિતનો ભંગારનો સમાન બળીને ખાખ થઇ ગયો

આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયુ નથી
ગોડાઉનના માલિકે ગોડાઉન ભંગારના વેપારીને ભાડે આપવામાં આવ્યું હતું. જોકે આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયુ નથી.

ગોડાઉનના માલિકે ગોડાઉન ભંગારના વેપારીને ભાડે આપવામાં આવ્યું હતું.
ગોડાઉનના માલિકે ગોડાઉન ભંગારના વેપારીને ભાડે આપવામાં આવ્યું હતું.
અંકલેશ્વર પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી
અંકલેશ્વર પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી
5થી વધુ ફાયર ફાયટર ઘટના સ્થળે સ્થળે પહોંચી ગયા
5થી વધુ ફાયર ફાયટર ઘટના સ્થળે સ્થળે પહોંચી ગયા
RELATED ARTICLES

Leave a reply

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments