Friday, December 3, 2021
HomeNewsકોરોના સંકટ / ગુજરાતની આ જેલ બની કોરોના હોટસ્પોટ, કેદીઓમાં કોરોના પોઝિટિવનો...

કોરોના સંકટ / ગુજરાતની આ જેલ બની કોરોના હોટસ્પોટ, કેદીઓમાં કોરોના પોઝિટિવનો આંકડો ચોંકાવનારો

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે રાજ્યના વડોદરા શહેરમાં આવેલી સેન્ટ્રલ જેલ કોરોના સ્પોટ બની ગઇ છે. શહેરની સેન્ટ્રલ જેલમાં રહેલા 43 કેદીઓનો કોરોના પોઝિટિવ આવતા તંત્ર એકશન મોડમાં આવી ગયું છે. ઉલ્લેખનીય છે આ અગાઉ પણ 17 કેદીઓ કોરોના સંક્રમિત થયા હતા.

 

  • વડોદરામાં સેન્ટ્રલ જેલમાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું
  • વડોદરા સેન્ટ્રલ જેલમાં 43 કેદીઓ કોરોના પોઝિટીવ
  • અગાઉ પણ 17 કેદીઓ કોરોના સંક્રમિત થયા હતા

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહ્યો છે. ત્યારે રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટના આંકડાઓ ચોંકાવનારાઓ સામે આવી રહ્યાં છે. જેને લઇને તંત્ર એકશન મોડમાં જોવા મળી રહ્યું છે.

રાજ્યના વડોદરા શહેરમાં આવેલી સેન્ટ્ર જેલમાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે. શહેરની સેન્ટ્રલ જેલમાં 43 કેદીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં જેલનું તંત્ર હરકતમાં આવી ગયું છે.

 

 

ઉલ્લેખનીય છે કે શહેરની આ સેન્ટ્રલ જેલમાં આ અગાઉ પણ 17 કેદીઓ કોરોના સંક્રમિત થયા હતા. આમ અત્યાર સુધીમાં વડોદરા સેન્ટ્રલ જેલના 60 કેદીઓ કોરોનાગ્રસ્ત જોવા મળ્યાં છે.

રાજ્યમાં કોરોના વાયરસની મહામારી જોવા મળી રહી છે ત્યારે વડોદરા શહેરમાં ગઇકાલે વધુ 96 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. આમ શહેરમાં કુલ કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 4290 થઇ છે. શહેરમાં 731 સેમ્પલમાંથી 96 કેસ પોઝિટિવ આવ્યાં હતા.

શહેરમાં આજે કોરોનાથી વધુ 32 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3295 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે ગઇકાલે 2 દર્દીઓના કોરોનાના કારણે મૃત્યું થયા હતા. ત્યારે શહેરમાં કોરોનાના કારણે દર્દીઓના મોતનો આંકડો 79 પર પહોંચ્યો છે.

RELATED ARTICLES

Leave a reply

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments