આજરોજ વડોદરા મહાનગરપાલિકા ના પરિપત્ર દશા માં વિસર્જન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો જેથી વડોદરા શહેરની લગભગ 1500 વધુ મૂર્તિઓ સિંઘરોટ ખાતે બરાબર વિસર્જન ન થતા મૂર્તિઓ બહાર દેખાતી હતી જેમાં તમામ હિન્દુ ઓ ની લાગણી દુભાઇ હોય તેવું ભક્તો માં ચર્ચા ચાલી હતી ,ફોટો અને વીડિયો સોશ્યિલ મીડિયા માં વાયરલ થયા હતા.
મહાનગરપાલિકા એ સુવ્યવસ્થિત આયોજન કર્યું હોત તો આજે માતાજી ની મૂર્તિઓ આ રીતે વિસર્જન ના થઇ હોત, વડોદરા શહેરના માઇભક્તો કેટલા અંશે આ નિર્ણય પાલિકાનો યોગ્ય છે?
આજે તમામ સામાજિક કાર્યકરો આયોજન માટે તૈયાર હતા તે પણ પોતાના ખર્ચે પરંતુ આજ પ્રશાશન દ્વારા પોલીસ નો ઉપયોગ કરી તેઓની અટકાયત કરવામાં આવી હતી.
જેથી તમામ હિંદુઓ ની લાગણી દુભાઇ હતી તેવું લોકો કહી રહ્યા હતા