Tuesday, November 30, 2021
HomeVadodaraકોરોના વડોદરા LIVE:પોઝિટિવ કેસનો આંક 21320 પર પહોંચ્યો, મૃત્યુઆંક 237 અને કુલ...

કોરોના વડોદરા LIVE:પોઝિટિવ કેસનો આંક 21320 પર પહોંચ્યો, મૃત્યુઆંક 237 અને કુલ 19704 દર્દી રિકવર થયા

  • 142 દર્દી ઓક્સિજન પર અને 45 દર્દી વેન્ટિલેટર પર

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 21320 ઉપર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં મૃત્યુઆંક 237 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 19,704 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. વડોદરામાં હાલ 1379 એક્ટિવ કેસ પૈકી 142 દર્દી ઓક્સિજન પર અને 45 દર્દી વેન્ટિલેટર પર છે અને 1192 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 6611 કેસ
શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 21,320 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 3181, પશ્ચિમ ઝોનમાં 3444, ઉત્તર ઝોનમાં 4211, દક્ષિણ ઝોનમાં 3837, વડોદરા ગ્રામ્યમાં 6611 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ વાસણા રોડ, સમા, માંજલપુર, ન્યુ વીઆઇપી રોડ, સુભાનપુરા, શિયાબાગ, છાણી, ગોરવા, વાઘોડિયા રોડ, પાણીગેટ, માંડવી, નવી ધરતી. જેતલપુર, નવાપુરા, ફતેપુરા, ગોત્રી, સોમા તળાવ
ગ્રામ્યઃ પાદરા, કરજણ, સાવલી, સિસવા, વાઘોડિયા, ડભોઇ, બીલ, થુવાવી

RELATED ARTICLES

Leave a reply

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments