Tuesday, November 30, 2021
HomeVadodaraપ્રજાના પૈસા પાણીમાં:વડોદરામાં 2.89 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન કરાયેલુ તરસાલી તળાવ ગંદકીથી ખદબદે...

પ્રજાના પૈસા પાણીમાં:વડોદરામાં 2.89 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન કરાયેલુ તરસાલી તળાવ ગંદકીથી ખદબદે છે, ઠેર-ઠેર કચરાના ઢગલા થઈ જતા સ્થાનિકોમાં આક્રોશ

  • સામાજિક કાર્યકરે તળાવની સફાઇ કરવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી
વડોદરામાં 2.89 કરોડ રૂપિયાના ખર્ચે નવિનીકરણ કરાયેલુ તરસાલી તળાવ ઉકરડા સમાન બની ગયું છે. પારાવાર ગંદકીના કારણે આસપાસના લોકોને રહેવું મુશ્કેલ થઈ ગયું છે. આ અંગે સામાજિક કાર્યકરે તળાવની સફાઇ કરવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે.

વડોદરાના તળાવો પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ હાલત બદતર થઈ ગઈ છે
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં શાસકો દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ તળાવોનું બ્યુટીફીકેશન કરવામાં આવ્યું છે, પરંતુ, આ બ્યુટીફીકેશન બાદ આયોજનના અભાવના કારણે તળાવોની હાલત બદતર થઇ ગઇ છે. જેમાં છાણી અને સમા તળાવના કિનારમાં ગાબડા પડી ગયા છે. તો સુરસાગર તળાવનો વોક વે પાણીમાં ગરકાવ થઇ ગયા બાદ હજી સુધી લોકો માટે ખુલ્લુ મુકાયો નથી. તો વળી કેટલાક તળાવમાં વનસ્પતિ ઉગી નીકળી છે. પરિણામે સુંદરતા ન જળવાતા બ્યુટીફીકેશનના આયોજન પાછળ સવાલો ઉભા થયા છે.

સામાજિક કાર્યકરે તળાવની સફાઈ કરવાની માંગ કરી છે
સામાજિક કાર્યકરે તળાવની સફાઈ કરવાની માંગ કરી છે

તરસાલી તળાવ ઉકરડા સમાન બની ગયું છે
પાલિકા દ્વારા તાજેતરમાં જ બ્યુટીફીકેશન કરાયેલા તરસાલી તળાવની પણ દુર્દશા સામે આવી છે. તળાવની આસપાસ ગંદકીના ઢગલા થઈ જતા સ્થાનિકોમાં તંત્ર વિરૂદ્ધ આક્રોશ ફાટી નિકળ્યો છે. આ તળાવ ઉકરડા સમાન બન્યું છે. તાજેતરમાં રૂપિયા 2.89 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા આ તળાવ ગંદકી ગંદકીથી ખદબદી રહ્યું છે. ઠેર ઠેર કચરાના ઢગલા છે. અસહ્ય દુર્ગંધથી આસપાસના રહીશો પરેશાન થઇ ગયા છે.

સામજિક કાર્યકરે તંત્રનું ધ્યાન દોરીને તળાવની સફાઇ કરવા માંગણી કરી
આ અંગે અનેકવાર સ્થાનિક રહીશોએ તંત્રને રજૂઆત કરી હોવા છતાં તંત્ર માત્ર સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમમાં પોતાનો સમય અને નાણાં વેડફી રહ્યું છે. તરસાલી તળાવ પાસે સફાઇ કરાતી નથી. શહેરના તળાવોની સફાઇ કરવા માટે પાલિકાના બજેટમાં માત્ર જોગવાઇ કરવામાં આવે છે, પરંતુ, તળાવના કિનારાના ભાગે જ ગંદકીનુ સામ્રાજય છે અને તેના કારણે રોગચાળાની દહેશત છે. આ અંગે સામજિક કાર્યકર અતુલ ગામેચીએ તંત્રનું ધ્યાન દોરીને તળાવની સફાઇ કરવા માંગણી કરી છે.

RELATED ARTICLES

Leave a reply

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments