- 20 ફ્રી હોલ્ડ, 7 શૈક્ષણિક-આરોગ્ય હેતુવાળા પ્લોટની હરાજી યોજાઈ
કોરોના વચ્ચે પણ પાલિકાએ 7 પ્લોટ વેચી 77 કરોડની આવકના દરવાજા ખોલ્યા છે અને અપસેટ વેલ્યુ કરતાં 12 કરોડ વધુ મેળવ્યા છે.શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા પાલિકા હસ્તકના 20 ફ્રી હોલ્ડ પ્લોટ અને શૈક્ષણિક આરોગ્ય હેતુવાળા 7 પ્લોટ માટે ગાંધી નગરગૃહમાં મંગળવારે હરાજી રખાઈ હતી. 400 કરોડની વેલ્યુ ધરાવતા 27 પ્લોટ્સની હરાજીમાં ભાગ લેવા 21 બીડર નોંધાયા હતા અને દરેકે 10 લાખની ડિપોઝીટ ભરી હતી. કમ્યૂનિટી ફેસિલિટી, વાણિજ્ય, રહેણાક, શોપિંગ સેન્ટરના હેતુવાળા 20 પ્લોટ માટે મિનિમમ અપસેટ વેલ્યુ કરતાં વધુ બોલી બોલવા આહ્વાન કરાયું હતું. મ્યુ. કમિશનર પી.સ્વરૂપની અધ્યક્ષતામાં થયેલી જાહેર હરાજીમાં સ્થાયી સમિતિના નિલેશ રાઠોડ અને જૈમીન અમીન સભ્ય તરીકે હાજર રહ્યા હતા.
સોશિયલ ડિસ્ટસિંગ રહે તે રીતે બેઠક વ્યવસ્થા રખાઈ હતી. બપોરે 12 થી સાંજે 4 વાગ્યા સુધી ચાલેલી હરાજીમાં વાઘોડિયા રોડ, સમા-સાવલી રોડ, હરણી-સમા રોડ, તાંદલજા, સરદાર એસ્ટેટ રોડ અને માંજલપુરના 6 પ્લોટ માટે બોલી બોલાઈ હતી. જેમાં સમા-સાવલી રોડ, હરણી, સરદાર એસ્ટેટ અને તાંદલજાના પ્લોટ માટે બીડરો વચ્ચે ભારે ખેંચતાણ રહેવા પામી હતી.
આ સિવાય 50% રાહતવાળા શૈક્ષણિક અને આરોગ્યહેતુવાળા 7 પૈકી શૈક્ષણિક હેતુવાળા 6 પ્લોટ માટે કોઈ બોલી બોલાઈ ન હતી તો આરોગ્યના હેતુવાળા માંજલપુરના પ્લોટ માટે એક જ બોલી બોલતાં તેને પણ લીલીઝંડી અપાઈ હતી.
કયા પ્લોટ સોનાની લગડી સાબિત થયા ?
પ્લોટનો વિસ્તાર (ચોમી) |
ક્ષેત્રફળ
(પ્રતિ ચોમી) |
અપસેટ વેલ્યુ |
બોલી |
પૂનમ કોમ્પ્લેક્સની સામે, વાઘોડિયા રોડ |
1904 |
41 હજાર |
41,100 |
અવસર હોલની બાજુમાં, સમા-સાવલી રોડ |
1679 |
65 હજાર |
70,600 |
ક્રિષ્ના પાર્ટી પ્લોટની બાજુમાં, હરણી-સમા રોડ |
3898 |
52 હજાર |
72,800 |
પત્રકાર ચાર રસ્તા, તાંદલજા |
1615 |
63 હજાર |
69,100 |
સરદાર એસ્ટેટ પાસે |
1080 |
52,500 હજાર |
70,300 |
દરબાર ચોકડી પાસે, માંજલપુર |
1085 |
55 હજાર |
55,100 |