Saturday, November 27, 2021
HomeCoronavirusશું ફરી લોકડાઉનનું વિચારી રહી છે મોદી સરકાર? કેન્દ્રીય મંત્રી જાવડેકરે આપ્યું...

શું ફરી લોકડાઉનનું વિચારી રહી છે મોદી સરકાર? કેન્દ્રીય મંત્રી જાવડેકરે આપ્યું મોટું નિવેદન

દેશમાં એકતરફ કોરોના કહેર બનીને વરસી રહ્યો છે અને સ્થિતિને જોતા લોકોના મનમાં સવાલ થઇ રહ્યા છે કે, દેશમાં શું ફરી લોકડાઉન લાગશે? ત્યારે આ સવાલનો જવાબ કેન્દ્રીય મંત્રીએ જવાબ આપ્યો હતો.

  • ભારતમાં ફરી લોકડાઉન લાગશે ? 
  • કેન્દ્રીયમંત્રી જાવડેકરે કહ્યું- સરકારનું હાલ કોઇ જ આયોજન નથી
  • જ્યાં કોરોનાના કેસ વધુ છે તે રાજ્યોની સતત માહિતી મેળવાઇ રહી છે

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર, જે રાજ્યોમાં કોરોનાની સ્થિતિ વણસેલી છે ત્યાંની પરિસ્થિતિ અંગે સતત માહિતી મેળવી રહી છે.

લોકડાઉન લગાવવાનું કોઇ જ આયોજન નથી : જાવડેકર 

આ સાથે જ તેમણે જણાવ્યું કે, કોરોના મેનેજમેન્ટના ઉપાય ગત વર્ષથી તમામ લોકો જોઇ રહ્યા છે. જો આ વખતે યોગ્ય રીતે મેનેજમેન્ટ થશે તો તે નહીં ફેલાય. એટલેકે સરકાર દ્વારા લોકડાઉન લગાવવાનો કોઇ જ નિર્ણય લીધો નથી. સરકાર હાલત પર સતત નજર રાખી રહી છે.

 

દેશમાં 45થી વધુ ઉંમરના તમામ લોકોને અપાશે વેક્સિન 

દેશમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે રસીકરણ અંગે મોટા સમાચાર આવી રહ્યા છે. 1 એપ્રિલથી, 45 વર્ષથી ઉપરના દરેક લોકોને કોરોના રસી મળી શકશે. કેન્દ્ર સરકારે મંગળવારે આ નિર્ણય લીધો હતો. અત્યાર સુધીમાં 45 થી 60 વર્ષ સુધીની ગંભીર બીમારીઓવાળા લોકોને જ રસી આપવામાં આવી રહી હતી.

પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ કરી આપી જાણકારી 

કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે લોકોએ ફક્ત પોતાનું રજીસ્ટર કરાવવાનું રહેશે અને તેઓ સરળતાથી રસી સરકાર અને ખાનગી કેન્દ્રો પર મેળવી શકશે.

અત્યાર સુધીમાં 4.85 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે: જાવડેકર

જાવડેકરે કહ્યું કે આજ સુધીમાં દેશમાં 4.85 કરોડ લોકોને કોરોના રસી દ્વારા ડોઝ કરવામાં આવ્યાં છે. જેમાં 80 લાખ લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 32.54 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં રસીકરણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.

સરકારી કેન્દ્રોમાં નિ:શુલ્ક રસીકરણ કરવામાં આવી રહ્યું છે

દેશમાં આશરે 10,000 સરકારી કેન્દ્રો અને હજારો ખાનગી કેન્દ્રો પર રસીકરણ ચાલુ છે. સરકારી કેન્દ્રો પર રસી નિ .શુલ્ક આપવામાં આવી રહી છે, જ્યારે ખાનગી કેન્દ્રો પર, રસી 250 ડોઝ દીઠ દરે આપવામાં આવી રહી છે.

 

24 કલાકમાં 40 હજારથી વધુ કેસ 

કોરોનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. મોટા ભાગના રાજ્યોમાં કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. કોરોનાની બીજી લહેરના સમાચાર વચ્ચે 24 કલાકમાં કોરોનાના 40 હજારથી વધુ કેસ નોંધાયા છે.

સામાન્ય ઘટાડા સાથે ગઇકાલની સરખામણીએ 13 ટકા ઓછા નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 40,715 નવા કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 11,686,796 થઇ ગઇ છે.

દેશમાં હાલ કેટલા એક્ટિવ કેસ?

ચિંતાની વાત એ છે કે એક્ટિવ દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે, જ્યાં ગત મહિના આ 2 લાખની નીચે આવી ગયા હતા. હવે વધીને 3 લાખ 45 હજાર 477 થઇ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ દર્દીઓની સંખ્યામાં 10,731નો વધારો થયો છે.

દેશમાં અત્યાર સુધીમાં કેટલા દર્દીઓના થયા મોત?

આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 199 દર્દીઓના મોત થયા છે, જેને લઇને કુલ મૃતકોની સંખ્યા 1,60,166 થઇ ગઇ છે. ત્યારે, મૃત્યુદર 2 ટકાની નીચે આવી ગયો છે, આ 1.37 ટકા થઇ ગયો છે.

દેશમાં અત્યાર સુધીમાં કેટલા દર્દીઓ થયા સાજા?

સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર, છેલ્લા 24 કલાકમાં 29,785 દર્દીએ કોરોનાને માત આપી છે, અત્યાર સુધીમાં 11,181,253 દર્દીઓ સ્વસ્થ થઇ ચૂક્યા છે. કોવિડ-19ના સંક્રમણથી સાજા થવાનો દર 95.67 ટકા છે.

કયા રાજ્યમાં ઝડપથી વધી રહ્યા છે કેસ?

આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને સંક્રમણના નવા કેસમાં આ રાજ્યોની ભાગીદારી 80.5 ટકા છે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્ર, પંજાબ, તામિલનાડુ, મધ્યપ્રદેશ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક અને હરિયાણામાં દરરોજ સામે આવતા કેસમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે.

 

 

RELATED ARTICLES

Leave a reply

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments